<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

મહીસાગર જિલ્લામાં વરસાદી વાતાવરણ: કડાણા ડેમ ખાતે હિલ સ્ટેશનની અનુભૂતિ

કાળા ડિબાંગ વાદળ, અપાર જળરાશિ, લીલીછમ વૃક્ષો અને ઝરમર વરસાદે પ્રવાસીઓનું મન મોહી લીધું

મહીસાગર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. વરસાદી માહોલમાં કડાણા ડેમ ખાતે પ્રવાસીઓ હિલ સ્ટેશનની અનુભૂતિ કરી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં પ્રકૃતિના આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. કાળા ડિબાંગ વાદળ, અપાર જળરાશિ, લીલીછમ વૃક્ષો અને ઝરમર વરસાદે પ્રવાસીઓનું મન મોહી લીધું હતું. હાલ કડાણા ડેમ ખાતે આ નયનરમ્ય નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે

(1:37 PM IST)