News of Thursday, 30th October 2025
કમોસમી વરસાદની સ્થિતિને લઈને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે ગુજરાત પ્રવાસ હાલ પુરતો પડતો મુક્યો
આગામી દિવસોમાં નવા કાર્યક્રમની થશે જાહેરાત.

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે રાજ્યના પ્રવાસનો કાર્યક્રમ હાલ પુરતો પડતો મૂક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા આગામી 2 નવેમ્બરથી રાજ્યનો પ્રવાસ ખેડવાના હતા. હવે એ પ્રવાસ હાલ પુરતો રદ કરી દીધો છે. હવામાન વિભાગની આગાહી અને હાલની સ્થિતિને જોતા નિર્ણય લેવાયો હતો આણંદ, ખેડા, નડિયાદ અને સાણંદ સહિત અનેક વિસ્તારમાં પ્રવાસ કરવાના હતા. આગામી દિવસોમાં નવા કાર્યક્રમની જાહેરાત થશે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
