<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી:૨૦૨૫ નિમિત્તે માહિતી નિયામકની કચેરીના અધિકારી- કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા : માહિતી નિયામક કે.એલ.બચાણી,અધિક માહિતી નિયામક અરવિદ પટેલ સહિત અધિકારી કર્મંચારીઓ થયા સહભાગી

લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ 'રાષ્ટ્રીય એકતા દિન' તરીકે સમગ્ર દેશમા ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ દ્વારા એકતાના શપથ ગ્રહણ

અમદાવાદ તા.૩૦ : લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ 'રાષ્ટ્રીય એકતા દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે જેના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી -કર્મંચારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક  કે.એલ. બચાણી,અધિક માહિતી નિયામક અરવિદ પટેલ, સંયુકત માહિતી નિયામક જયેશ દવે સહિત અધિકારી- કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા અક્ષરશ: આ મુજબ છે.

હું ગંભીરતાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું.

(4:31 PM IST)