<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

અમદાવાદના 2 જાહેર ઉદ્યાનોને CEPT યુનિ. દ્વારા શ્રેષ્ઠ ઉદ્યાનો 2025 તરીકેનો એવોર્ડ

સ્વાતિ બંગલો પાર્ક અને સુકાન પાર્કને અનુક્રમે 1.5 થી 2 એકર અને 2થી 2.6 એકર શ્રેણીમાં શ્રેષ્ઠ ઉદ્યાન એવોર્ડ 2025 માટે વિજેતા જાહેર

અમદાવાદ શહેરમાં આવેલા સ્વાતિ બંગલો પાર્ક અને સુકાન પાર્કને અનુક્રમે 1.5 થી 2 એકર અને 2થી 2.6 એકર શ્રેણીમાં શ્રેષ્ઠ ઉદ્યાન એવોર્ડ 2025 માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને પાર્કનું નવીનીકરણUNM ફાઉન્ડેશનની 'પ્રતિતિ' પહેલ હેઠળ કરવામાં આવ્યું હતું. 'પ્રતિતિ' પહેલે ફાઉન્ડેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની એક જાહેર-ખાનગી ભાગીદારી (PPP) છે. 

CEPT યુનિવર્સિટીના માસ્ટર્સઇન લેન્ડસ્કેપઆર્કિટેક્ચર (MLA) પ્રોગ્રામઅનેખંડવાલાક્રિએટિવફાઉન્ડેશન (KCF) વચ્ચે કરવામાં આવેલા MoUના માળખા હેઠળ આયોજિત બેસ્ટ પાર્ક્સ એવોર્ડનીઆ ત્રીજી આવૃત્તિ છે. બેસ્ટ પાર્ક્સ એવોર્ડ પહેલ શહેરના ઉદ્યાનોનું દસ્તાવેજીકરણ અને મૂલ્યાંકન કરેછે અને શહેરની હરિયાળી જગ્યાઓને સમૃદ્ધ રાખવામાટે સમર્પિત વ્યક્તિઓનું સન્માન કરે છે.

અવિરત સમર્પણ અને કાળજીથી કરવામાં આવતી ઉદ્યાનોની જાળવણીના પ્રયાસોનું સન્માન કરવા માટે બુધવારે CEPT કેમ્પસ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને ઉદ્યાનની બાગાયત ટીમ અને સુરક્ષા ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ માટે CEPTની ટીમ દ્વારા તૈયાર કરાયેલ ઓલ-સીઝન ગાર્ડનર્સ કીટ, જેમાં બેકપેક, વોટરપ્રૂફપોંચો, શિયાળાનો જેકેટ, ઉનાળાની ટોપી અને પાણીની બોટલ જેવા આવશ્યક ઉપકરણોનો સમાવેશ થાય છે, તે પ્રત્યેક માળી અને સુરક્ષા ગાર્ડને આપવામાં આવ્યા હતા.

આ એવોર્ડ સમારોહમાં જાણીતા પર્યાવરણવિદ અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE)ના સ્થાપક ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે CEPT યુનિવર્સિટીના પ્રમુખ પ્રોફેસર બર્જોર મહેતા; પ્રોફેસર ત્રિદીપ સુહૃદ, પ્રોવોસ્ટ; પ્રો. ચિરાયુ ભટ્ટ, ડેપ્યુટી પ્રોવોસ્ટ (એકેડેમિક્સ); પ્રો. ચંદ્રાણી ચક્રવર્તી, પ્રોગ્રામ ચેર - માસ્ટર્સ ઇન લેન્ડસ્કેપ આર્કિટેક્ચર (MLA); ફેકલ્ટીસભ્યો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન પર આવેલા કુલ 127 ઉદ્યાનોનું મૂલ્યાંકન ગૂગલઅર્થ ઇમેજરી ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું જેમાં 1.5થી2 એકરઅને 2થી2.6 એકરની શ્રેણી નક્કી કરવામાં આવી હતી. આમાંથી, 36 ઉદ્યાનોને અવકાશી માળખું અને ડિઝાઇન, જૈવ વિવિધતા અને પર્યાવરણીય ગુણવત્તા, વપરાશકર્તાના અનુભવ અને તેમના જોડાણ,અને અન્ય માળખાગત સુવિધાઓ તેમજ સંદર્ભિત સમજ જેવા મુખ્ય પરિમાણો પર મૂલ્યાંકન કરી શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

(10:20 PM IST)