તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th October 2025
સુરતના માંડવીમાં 2 બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 યુવકના કરૂણમોત
માંડવીના લીમડા ગામ પાસે 2 બાઈક અથડાતા 2 યુવકનું ઘટના સ્થળે મોત

સુરતના માંડવીમાં 2 બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 યુવકના મોત નિપજ્યાં છે. માંડવીના લીમડા ગામ પાસે 2 બાઈક અથડાતા 2 યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 2 યુવકોને સારવાર અર્થે ખસેડે તે પહેલા જ તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતં. જો કે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં 3 યુવકે જીવ ગુમાવ્યો છે જેના કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. જેથી ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. તેમજ કડક કાર્યવાહી કરવા માટે પરિવારને સાંતવના આપી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
