<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

દિવાળીના તહેવારોમાં એકલા રહેતા વડીલોના હાલચાલ પૂછી તેમના આશીર્વાદ લેવા ગુજરાત પોલીસની શી ટીમ પહોંચતા લાગણીના ઘોડાપુર ઊમટયા

ગુજરાતભરની અમારી શી ટીમ કે (૬૫૦૬) દ્વારા ૩૫૬૭૨ સિનિયર સિટિઝનોની મુલાકાત લેવા CID વડા ડો. કે. એલ.એન.રાવના માર્ગદર્શનમાં જેમને મહિલા બાળકોની સુરક્ષાની વિશેષ જવાબદારી સુપ્રત થયેલ છે તેવા સિનિયર IPSના નેતળત્‍વમાં અનોખો અભિગમ લોકોએ અને ગાંધીનગરે આવકાર્યો : સીઆઈડીના સૂચન મુજબ રાજ્‍ય પોલીસ તંત્રની શી (મહિલા) દ્વારા ૧૫ ઓક્‍ટોબરથી ૨૫ ઓક્‍ટોબર સુધીમાં ડીકોઈ ટ્રેપ ગોઠવી, કુલ ૬૭૬૭ ટીમ એક્‍ટિવ મોડમાં હતી, ૩૪૨૬ પાકીટમાર, ૩૪૬૭ છેડતી કરવાના પ્રયાસો કરનાર તત્‍વોને ઝડપી લેવામાં આવેલ : ગુજરાતમાં બાળકોની ચોરી કરતી આંતર રાજ્‍ય ગેંગ સક્રિય થયાના અકિલાના અહેવાલ તથા તારણ અંતર્ગત અમારા સૂચન મુજબ ૧૫થી ૨૫ ઓક્‍ટોબર સુધીમાં ૩૦૫૪ છટકા ગોઠવાયેલ પણ સદ નશીબે આવી કોઇ ઘટના ન ઘટતાં હર્ષ થયેલ... અકિલા સાથે CIDના એડિશનલ ડીજીપી અજય ચોધરી અદભુત કથા વર્ણવે છે....

રાજકોટ, તા.૨૮: ગુજરાતના સીઆઇડી વડા તરીકે ડીજીપી લેવલના અનુભવી અને સિનિયર IPS દ્વારા ચાર્જ સંભાળતા સાથે જ સમગ્ર તંત્ર વધુ ગતિશીલ બન્‍યું છે. રાજ્‍ય સરકારે જેમને CID ક્રાઇમમાં મહિલા સુરક્ષા માટેની વિશેષ વિભાગ વુમન સેલની જવાબદારી સુપ્રત કરી છે, તેવા એડિશનલ ડીજીપી અજય ચૌધરી કહે છે કે, CID વડાના અનુભવનો લાભ મળી રહ્યો છે. અને તેમના માર્ગદર્શનમાં અમારા નેતળત્‍વ નીચે  ચલાવાતી મહિલા અને બાળકોની સુરક્ષા માટે  લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો માફક CID વિભાગમાં અમારી ટીમ સામેથી ડીકોઇ (એક પ્રકારનું છટકું) ગોઠવવાની સંખ્‍યા ખૂબ વધારી દેવામાં આવી છે, જેના ખૂબ સુંદર પરિણામ સાથે લોકો અને તંત્ર દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.

ઓક્‍ટોબર એટલે નવરાત્રી સહિતના તહેવારોનો મહિનો આ તહેવાર દરમિયાન અમે વિવિધ શહેરના પોલીસ કમિશનરો, રેન્‍જ વડાઓ અને એસપીઓને એક પત્ર પાઠવી શી ટીમ (વિશેષ મહિલા ટીમો) ૭૩૦ જેટલી મેદાને ઉતારી હતી , જેમાં આવારા તત્‍વોને ઝડપી લેવા ૫૦૦ થી વધુ મહિલા (શી ટીમ) કાર્યરત કરવામાં આવેલ. ઓક્‍ટોબરની ૧૬ તારીખથી ૨૫ ઓક્‍ટોબર સુધીમાં ૩૪૨૬ પોકેટમાર, ૩૪૬૭  છેડતીના બનાવો પર સજ્જડ બ્રેક મારવા કુલ ૩૪૬૭ જેટલી ટ્રેપ ગોઠવેલ.  

નાના બાળકોને ઉપાડી જતી આંતર રાજ્‍ય ગેંગ એક્‍ટિવ થયાના સુરત, સુરત ગ્રામ્‍યના કડોદરા વિસ્‍તારની ઘટના સહિતની ઘટનાઓ ધ્‍યાને રાખી CID વડાના સૂચન મુજબ ૧૩ ઓક્‍ટોબરથી ૨૫ ઓક્‍ટોબર દરમિયાન ૩૦૫૪ જેટલા છટકા શંકાસ્‍પદ સ્‍થળો પર ગોઠવેલ. જોકે સદ નશીબે કોઈ બાળક ઉપાડી જવાની ઘટના ન બનતા ટ્રેપ નિષ્‍ફળ જવાનો પણ આનંદ હતો.         

રાજ્‍યની વિવિધ શહેર જિલ્લાની શી ટીમોને માનવીય અભિગમના ભાગરૂપે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝનની મુલાકાત લેવા સાથે તેને કોઈ સમશ્‍યા નથી ને? તે જાણવા ૧૩ ઓક્‍ટોબરથી ૨૫ ઓક્‍ટોબર સુધીમાં ૬૫૦૬ સિનિયર સિટીઝનની મુલાકાત લેવામાં આવેલ, સિનિયર સિટીઝનો રાજ્‍યના ગળહમંત્રીના આવા અભિગમ અને પોલીસ તંત્રના માનવીય અભિગમથી ખૂબ અભિભૂત થયેલ. આ મુલાકાત માટે  CID વડાના માર્ગદર્શન મુજબ અમારા સૂચન મુજબ ૬૫૦૬ શી ટીમ રચાયેલ, અને આ ટીમે ૩૫૬૭૨ વડીલો અને વળદ્ધમાતાઓની મુલાકાત લીધી ત્‍યારે લાગણીના અનેરા દ્રશ્‍યો સર્જાયા હતા તેમ CID કાયમના એડિશનલ ડીજીપી અજય ચીધરીએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્‍યું હતું.

(2:19 PM IST)