<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

અમદાવાદમાં વિઝન પીઆર દ્વારા સ્‍વદેશી થીમ પર ‘ક્રિસમસ કાર્નિવલ'નું આયોજન

ડિસેમ્‍બરમાં યોજાશે ‘‘ક્રિસ્‍મસ કાર્નિવલઃ ૩૦૦થી વધારે પ્રોડકટસ, લાઇવ શો. સહિતના કાર્યક્રમો

રાજકોટઃ વિઝન પીઆર કન્‍ઝયુમર કેર, ટ્રેડ કેર, ઓટો એક્‍સ્‍પો એક્‍ઝિબિશનના આયોજન કરવામાં મોખરે રહ્યું છે. વેકેશન વિઝન, વેકેસ્‍ટા અને વેક્રેક્ષ જેવા પ્રખ્‍યાત એક્‍ઝિબિશનના આયોજન સંસ્‍થા દ્વારા અગાઉ કરવામાં આવ્‍યા છે. ક્રિસમસ પર થનાર આ નવા કોન્‍સેપ્‍ટ પર થનાર આ આયોજન અંગે આયોજક શ્રી મયુરભાઈ કાનાબારે જણાવ્‍યું હતું કે, આપણે ત્‍યાં મોટાભાગે કાર્નિવલના નામથી ખાણી-પીણી અને અમૂક બીજા સ્‍ટોલ્‍સ મૂકીને આ થીમને અન્‍યાય કરવામાં આવે છે, આ બાબતને જોતા ઉપરાંત અમદાવાદમાં ઘણા સમયથી કન્‍ઝ્‍યુમર કેર અને ટ્રેડ ફેરની થીમ પર કોઈ આયોજન ન થયું ધ્‍યાનમાં લઈને અમારી ક્રિએટિવ ટીમે ર્ંક્રિસમસ કાર્નિવલ આયોજિત કરવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમની મુખ્‍ય થીમ સ્‍વદેશી હશે અને ક્રિસમસ ડેકોર ન્‍યુયોર્કમાં થતા ક્રિસમસ કાર્નિવલ જેવી જહશે તેમ જણાવાયું છે.

ટીસીસી - ધ ક્રિસમસ કાર્નિવલનું આયોજન અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્‍ડ (જીએમડીસી ગ્રાઉન્‍ડ) ખાતે ૨૪ ડિસેમ્‍બરથી ૧ જાન્‍યુઆરી સુધી કરવામાં આવ્‍યું છે, જેમાં ૩૦૦થી વધુ પ્રોડક્‍ટ્રેસ / સર્વિસીસના સ્‍ટોલ ધારકોને ધંધા અને વ્‍યવસાય પ્રમોશન / સેલ્‍સ ની તક આપવામાં આવે છે. ક્રિસમસના દિવસે વિવિધ કેમિલી સ્‍ટેજ પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ છે. દરરોજ આયોજિત થતા કેમિલી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ કાર્યક્રમમાં લાઈવ શો, સ્‍ટેજ શો, સેલિબ્રિટી શો, કૂકિગ કોમ્‍પિટિશન, સિગિગ કોમ્‍પિટિશન,ડાન્‍સ કોમ્‍પિટિશન, પાણીપુરી કોમ્‍પિટિશન, મહેદી કોમ્‍પિટિશન, કેશન કોમ્‍પિટિશન વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમદાવાદ ચેમ્‍બર ઓફ કોમર્સ વેલ્‍ફેટ ફાઉન્‍ડેશનના સહકારથી બિઝનેસમેન ઓફ ગુજરાત ના અવોર્ડ આયોજિત થશે તેમજ ટ્રેડ એન્‍ડ બિઝનેસ ને લગતા વિવિધ ટોપિક્‍સ પર સેમિનાર્સ તેમજ કોન્‍ફરન્‍સિસનું આયોજન કરવામાં આવનાર છે. આ ઇવેન્‍ટ માં સ્‍ટાર્ટઅપ પેવેલિયન, લેડીઝ એન્‍ટ્રપ્રિનિયોર ઝોન, હેન્‍ડીક્રાફટ -હેન્‍ડલૂમ ઝોન દ્વારા વેપારીઓ માટે ન ચૂકવા જેવી તક હશે.

સ્‍વદેશી ઉધોગો અને સ્‍થાનિક ઉત્‍પાદકોને એકત્ર લાવતું આ કાર્નિવલ આત્‍મનિર્ભર ભારતની વિચારધારાને ઉજાગર કરે છે. ટીસીસી -વાઈબ્રન્‍ટ ટ્રેડ શો ક્રમ કાર્નિવલ ૯ દિવસની ભરપૂર ઉજવણી સાથે વ્‍યાવસાયિક મેળાનો સંગમ છે. આ ભવ્‍ય મેળો વેપાર, ઉધોગ, મનોરંજન અને ઉત્‍પાદનો પ્રદર્શિત સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું અનોખું સમન્‍વય છે. અહીં હું સમન્‍વય છે. અહીં સ્‍વદેશી બ્રાન્‍ડ્‍સ, નાના ઉધોગકારો, મહિલાઓ અને સ્‍ટાર્ટઅપ્‍સને પોતાના ઉત્‍પાદન કરવાનો અને ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધવાનો અવસર મળશે. અમદાવાદ કાર્નિવલ ફક્‍ત ટ્રેડ શો નથી, પરંતુ એક ઉત્‍સવ છે જે સ્‍વદેશી ઉધોગોને મજબૂત બનાવે છે અને લોકોને સ્‍થાનિક ઉત્‍પાદનો સાથે જોડતા હોવાનું પણ જણાવાયું છે.

આ કાર્નિવલમાં બીટુબી અને બીટુસી ડીલરશીપ તથા ડિસ્‍ટ્રીબ્‍યુશનશીપની તક ઉપલબ્‍ધ રહેશે. વિવિધ ડોમમાં અલગ-અલગ ક્ષેત્રોને સ્‍થાન્‌ આપવામાં આવ્‍યું છે  ડોમ A માં બેંકો, સંક્ષણિક સંસ્‍થાઓ અને IT કંપનીઓ, ડોમ ગ્‍માં ઓટોમોબાઇલ્‍સ અને ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ્‍સ, ડોમ C અને D માં FMCG, હેલ્‍થ અને વેલનેસ પ્રોડક્‍ટ્‍સ, જ્‍યારે ડોમ દ અને  ક્રેશન, લાઇફસ્‍ટાઇલ અને હેન્‍ડિક્રાફટ પર કેન્‍દ્રિત રહેશે. મહિલાઓ, હેન્‍ડીક્રાફટ ક્ષેત્ર અને સ્‍ટાર્ટઅપ્‍સ માટે વિશેષ વિભાગો રાખવામાં આવ્‍યા છે.

એક્‍ઝિબિટર્સ માટે સરકારે ખાસ MSME સબસિડી બેનિફિટ જોહારી છે, જેમાં રજિસ્‍ટર્ડ માઇક્રો અને સ્‍મોલ એન્‍ટરપ્રાઇઝિસને સ્‍ટોલ રેન્‍ટ પર ૩. ૧,૦૦,૦૦૦ સુધીની સબસિડી અને પ્રિન્‍ટિંગ તથા ટ્રાન્‍સપોર્ટ માટે ૩. ૨૫,૦૦૦ સુધીનો લાભ મળશે. આ લાભ કર્સ્‍ટ-કમ, કર્સ્‍ટ-સર્વ ધોરણે મળશે અને અંતિમ મંજૂરી MSME વિભાગની રહેશે.

કાર્નિવલ દરમિયાન શોપિગ અને નેટવર્કિગ ઉપરાંત મનોરંજન અને કાર્નિવલ થીમ પાર્ક ઉભા કરવામાં આવનાર છે, જેમાં ફેમિલી, યુથ, કોલેજીયન ગર્લ્‍સ- બોય્‍સ આ ઉજવણીનો ભાગ બની શકે છે. કાર્નિવલમાં મુલાકાત લેનાર દરેક રજીસ્‍ટર્ડ વ્‍યક્‍તિને એન્‍ટ્રી સમયે જ ગિફટ હેમ્‍પર આપવામાં આવશે અને આયોજનમાં અલગ-અલગ સ્‍થાનો પર વિવિધ ગેસિ મુકવામાં આવી છે, જાહેર જનતા દ્વારા કોઈ પ્રશ્નનો જવાબ આપીને અને કોઇ ચેલેંજિગ દ્વારા ગિફટને મેળવી શકશે. આ બધી ગેમ્‍સ અને એન્‍ટરટેઇનમેન્‍ટ થીમનો ભાગ કોઈપણ વ્‍યક્‍તિ કોઈપણ પ્રકારનો ચાર્જ આપ્‍યા વિના બની શકશે. આ સિવાય દર કલાકે લકી ડ્રો વિજેતાને અઢળક ઇનામો અને છેલ્‍લાં દિવસે આયોજિત થનાર બમ્‍પર લકી ડ્રોમાં જેકપોટ ગિફટ આપવામાં આવશે.

કાર્નિવલમાં બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. જેમાં અમદાબાદ ચેમ્‍બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્‍ડેશનનો વિશેષ હેકો છે. સાથે જ જ્‍યુરી કમિટી દ્વારા બિઝનેસમેન ઓફ ગુજરાત એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે

વધુ માહિતી માટે રૂરૂરૂ.રુશતશંઁ ૩૬૦.ણુશદ્ય  પર મુલાકાત લો અથવા સ્‍ટોલ બુકિગ માટે ૯૬૩૮૭ ૮૦૦૦૧ પર વધુ વિગત માટે ૬૩૫૯૬૭૦૦૦૧ , ૭૯૪૦૩૯૦૦૦૧ પર સંપર્ક કરી શકાય છે. તેમ મયુરભાઇ કાનાબાર, ઓર્ગેનાઇઝર, ધ ક્રિસમસ કાર્નિવલ, અમદાવાદની યાદીના અંતમાં જણાવાયું છે.

(2:12 PM IST)