તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
આગામી પાંચ દિવસ રાજ્યમાં માવઠાની આગાહી : અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર
કચ્છ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ યલો એલર્ટ : આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 30 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાના એંધાણ છે. આવતીકાલે અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. કચ્છ સહિત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં પણ યલો એલર્ટ જાહેર છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
