તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
આગામી 48 કલાકમાં ગુજરાતને વરસાદ ધમરોળશે: જામનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની મોટી આગાહી
અમદાવાદ, વિરમગામ, સાણંદ તેમજ ધોળકા, બરવાળા, કલોલમાં વરસાદની સંભાવના : સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ વરસાદ ખાબકશે

અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરના ભેજના કારણે અતિભારે વરસાદ થશે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 48 કલાકમાં મધ્ય ગુજરાત, અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
અમદાવાદ, વિરમગામ, સાણંદમાં વરસાદની શક્યતા છે. ધોળકા, બરવાળા, કલોલમાં વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ સાથે પવન સાથે વરસાદની શક્યતા છે
રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખેડૂતો અને સ્થાનિક વસ્તીને સાવચેત રહેવા તેમજ જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ પોરબંદર, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને ડાંગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બનવાની શક્યતા છે.
કારતક મહિનામાં પણ અષાઢી જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં યલો એલર્ટ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ સહિત જિલ્લાઓમાં યલો એલર્ટ, 27 ઓક્ટોબરે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લામાં વરસાદની શક્યતા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ વરસી શકે છે.
ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ઉના તાલુકાના ખાપટ, વડવિયાળા ગામે વરસાદ વરસ્યો. ગીર ગઢડાના ઝૂડવડલી, ધોકડવા, સનવાવ ગામે મેઘ મહેર છે. ઉમેદપરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાકમાં નુકશાન થવા પામ્યું છે. મગફળી, કપાસ,સોયાબીન અને ડુંગળીના પાકમાં ભારે નુકશાન થયું હતું. શિયાળાની ઋતુની શરૂઆતમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
(5:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
