<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

સુરત જિલ્લામા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી : ડાંતોરનો પાક પલળી જતા ખેડૂત ડાંગરનો પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા : સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો

અમારો પાક છેલ્લા ૩ વર્ષથી કમોસમી વરસાદને કારણે પલળી જાય છે, અમે લાચાર થઇ ગયા છીએ, વેપારી લોકો એટલા નીચા ભાવે માંગે છે કે અમે જે ખર્ચો કર્યો છે તે પણ નીકળી શકે તેમ નથી

સુરત તા.૨૬ : સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતો હાલમાં ડાંગરનો પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા છે તો બીજી તરફ સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો પણ જોવા મળી રહી છે.

ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો

રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં સુરત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે સુરત જિલ્લામાં ડાંગની કાપણી શરુ થઇ ગઇ હતી અને કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક પલળી ગયો છે જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા

ખેડૂતો હાલમાં ડાંગરનો પાક રોડ પર સૂકવવા મજબુર બન્યા છે તો બીજી તરફ સુરતની જિનિંગ મિલ પર પાક જમા કરાવવા લાંબી કતારો પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગતરોજ ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, કામરેજ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

સરકાર દ્વારા રાહત સહાય આપવામાં આવે

નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ વરસાદ પડવાથી લગભગ અમારો પાક જનરલી નાશ પામવા જેવો જ થયો છે, કોઈ મંડળી પણ લઇ શકે એવી કંડીશન પણ નથી કારણ કે મંડળીઓના નીતિ નિયમો પ્રમાણે સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ હવે સાત આઠ દિવસ સુધી આવી શકે તેમ નથી, અમારી પાસે હવે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી, સરકારને વિનંતી કે અમારો પાક નિષ્ફળ છે તો અમને રાહત આપે એવી વિનંતી છે.

અમે જે ખર્ચો કર્યો છે તે પણ નીકળી શકે તેમ નથી

વિરભદ્રસિંહ ખેરએ જણાવ્યું હતું કે અમારો પાક છેલ્લા ૩ વર્ષથી કમોસમી વરસાદને કારણે પલળી જાય છે, અમે લાચાર થઇ ગયા છીએ, અમે રોડ પર પાક સૂકવવા મજબુર થઇ ગયા છીએ, કમોસમી વરસાદના કારણે રોડ પર પણ સુકાતો નથી અને પલળી જાય છે, વેપારી લોકો એટલા નીચા ભાવે માંગે છે કે અમે જે ખર્ચો કર્યો છે તે પણ નીકળી શકે તેમ નથી, ખેડૂત એટલો બધો લાચાર થઇ ગયો છે કે કરે તો કરે શું

ભાવિન ભાઈ પટેલએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે મને ડાંગરમાં ઘણું નુકશાન થયું છે, મેં પાકને મારી રીતે બચાવવાની ઘણી કોશિશ કરી છે છતાં મારું ડાંગર થોડું ખરાબ થયું છે, મને અંદાજે 2 થી અઢી લાખની નુકશાની છે, હજુ પણ વાતાવરણ બે થી ચાર દિવસ ખુલે એવું લાગતું નથી તો હજુ વધુ નુકશાની થવાની શક્યતા છે. હું ભાડે ખેતી કરું છું તો ભાડે ખેતી કરતા લોકોને સરકાર સહાય આપે એવી મારી અપેક્ષા છે.

(4:22 PM IST)