તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
અમદાવાદના સાબરમતીમાં ન્યુ રાણીપ ચેનપુરમાં ફટાકડો ફૂટતા 16 વર્ષની કિશોરીનું મોત
ફટાકડો ફૂટતા તેના માથામાં ગંભીર ઈજા: સાયનસ સિટી રોડ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાઈ :સારવાર દરમિયાન મોત નીપજ્યું

અમદાવાદ :સાબરમતીમાં ન્યુ રાણીપ ચેનપુરમાં ફટાકડો ફૂટતા 16 વર્ષની કિશોરીનું મોત નીપજ્યુ હતું.આ બનાવની વિગત મુજબ ન્યુ રાણીપમાં ચેનપુર રોડ પર મેઘા આર્કેડમાં રહેતા મિનેશભાઈ પુરોહિતની 16 વર્ષની પુત્રી તેમની સોસાયટીના ગેટની બહાર ફટાકડા ફોડી રહી હતી.
દરમિયાન ફટાકડો ફૂટતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને સાયનસ સિટી રોડ સ્થિત સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
