તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
અમદાવાદમાં દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો :ઓપન મોલ લાલદરવાજા વિસ્તારમાં ચિક્કાર ભીડ
ભદ્ર મંદિર, ત્રણ દરવાજા, ઢાલગરવાડમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા: ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ, કપડાની ખરીદી

અમદાવાદ : દિવાળીનો પર્વનો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માગે છે. તેથી ઘરની સજાવટ, નવા વસ્ત્રો, ફટાકડા સહિતની વસ્તુઓની ખરીદી માટે અમદાવાદના વિવિધ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારમાં બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ઓપન મોલ લાલદરવાજા વિસ્તારમાં ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ભદ્ર મંદિર, ત્રણ દરવાજા, ઢાલગરવાડમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. દિવાળીના પર્વને ખૂબ જ ઓછા દિવસ રહ્યા છે. ત્યારે લોકો દિવાળી અને નૂતન વર્ષ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવા માટે જરુરી તમામ સામાન બજારમાંથી ખરીદવા માગે છે. દિવાળી પહેલા આ શનિ-રવિની રજા હોવાથી બજારમાં આજે, રોજ કરતા પણ વધારે ભીડ જોવા મળી. કોઇ પણ વસ્તુના ભાવો લાલ દરવાજા વિસ્તારમાં પ્રમાણમાં સામાન્ય વર્ગને પરવડે તેવા હોય છે. ત્યારે સસ્તા ભાવે વસ્તુ મળતી હોવાની માન્યતાને લઇને અહીં લોકોની વધુ ભીડ જોવા મળે છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બુટ-ચપ્પલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
