તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણ મુદ્દે પ્રાંતિજ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી
પોલીસે 36 આરોપીઓની રાયોટીંગના મામલે ધરપકડ કરી:ઘટનામાં સો જેટલા વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું: પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે જૂથ અથડામણ મુદ્દે પ્રાંતિજ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી છે. 52 આરોપીઓ સામે નામજોગ સહિત 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટીંગ સહિતના ગંભીર ગુનાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આમ બંને જૂથો સામે સામે સામસામી ફરિયાદો નોંધાઈ છે. પોલીસે 36 આરોપીઓની રાયોટીંગના મામલે ધરપકડ કરી છે. ઘટનામાં સો જેટલા વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. મોટી જૂથ અથડામણ દરમિયાન પીઆઈની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. ઘટનાને લઈ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો તહેવારોમાં મજરા ગામે તૈનાત કરાયો છે .
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
