<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી: અંદાજિત 200 જેટલા અધ્યાપકોને કરાશે છૂટા

અધ્યાપકોને કેમ છુટા ના કરવા તેને લઈ ટેકનિકલ શિક્ષણ વિભાગે આપી શોકોઝ નોટિસ: ટેકનીકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે કરશે નવી ભરતી

અમદાવાદ : સરકારી એડ હોક અધ્યાપકોની દિવાળી બગડે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારી ડિગ્રી-ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવતા અધ્યાપકોની દિવાળી બગડી છે. અંદાજિત 200 જેટલા અધ્યાપકોને છુટા કરાશે. અધ્યાપકોને કેમ છુટા ના કરવા તેને લઈ ટેકનિકલ શિક્ષણ વિભાગે શોકોઝ નોટિસ આપી છે . ટેકનીકલ શિક્ષણ વિભાગ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસને આધારે નવી ભરતી કરશે . દિવાળી પૂર્વે જ ના પાડી દેવાતા અધ્યાપકોએ LD કોલેજ પાસે દેખાવો અને સુત્રોચાર કર્યા હતા વર્ષો જૂના અધ્યાપકોને કેમ કાઢી મૂકવામાં આવી રહ્યા છે એ સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો છે. અનેક અધ્યાપકો 15 થી 20 વર્ષથી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે.

(5:15 PM IST)