તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
દિવાળી-છઠના ધસારાથી ગુજરાતના રેલવે સ્ટેશનો પર ભયંકર ભીડ: સુરત સ્ટેશને ટ્રેનમાં બેસવા કિમી લાંબી લાઈનો લાગી
હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન જવા નીકળતા સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ બેકાબૂ બની

સુરત: દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે હાલ દિલ્હીથી મુંબઈ સુધીના રૂટ પર મુસાફરોનો અસામાન્ય ધસારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન જવા નીકળતા સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ બેકાબૂ બની હતી.
ટ્રેનમાં પ્રવેશવા ૨ કિમી લાંબી લાઈન:
સુરત રેલવે સ્ટેશન પર વતન જતી ટ્રેનોમાં બેસવા માટે મુસાફરોની જાણે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રેનમાં પ્રવેશ મેળવવા માટે મુસાફરોની લાઈન સ્ટેશન પરિસરની બહાર નીકળીને લગભગ બે કિલોમીટર જેટલી લાંબી થઈ ગઈ હતી. ભારે ભીડ અને ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે અનેક વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે તંત્ર દ્વારા તહેવારોની ભીડને ધ્યાનમાં લઈને વિશેષ ટ્રેનો દોડાવાઈ હોવા છતાં, ટિકિટ મેળવવામાં અને ટ્રેનમાં બેસવામાં મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે. રેલવે પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા અને વ્યવસ્થા જાળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
