<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત:સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને કરી રજૂઆત

વિદેશ જનારા લોકો માટે યલો વેક્સિન ફરજિયાત :વેપાર માટે અન્ય દેશમાં જતા વેપારીઓને હાલાકી

સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત જોવા મળી રહી છે. સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને રજૂઆત કરી છે. યલો વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવા રજૂઆત કરી. વિદેશ જનારા લોકો માટે યલો વેક્સિન ફરજિયાત છે. યલો ફીવર પ્રભાવિત દેશોમાં જતા પહેલાં વેક્સિન લગાવવાની હોય છે. વેપાર માટે અન્ય દેશમાં જતા વેપારીઓને  હાલાકી પડી રહી છે. હાલ માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ યલો ફીવર વેક્સિન મુકાય છે.

(7:02 PM IST)