<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

નેશનલ હાઇવે 48 પોર પાસે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ: કરજણથી વડોદરા તરફના ટ્રેક પર વાહન ચાલકો અટવાયા

બામણગામ, પોર, જામ્બુઆ આવતા સાંકડા બ્રિજ પર ટ્રાફિક કન્ટ્રોલ કરવા હાઇવે એજન્સી દ્રારા પ્રાઇવેટ માણસો મુકવામાં આવ્યા

વડોદરા નેશનલ હાઇવે 48 પર સર્જાયો ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઇવે 48 પોર પાસે અંદાજિત 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.નેશનલ હાઇવે 48 કરજણથી વડોદરા તરફના ટ્રેક પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયાહતા . નેશનલ હાઇવે 48 પર આવતા સાંકડા બ્રિઝને લઈ ટ્રાફિક જામ થતા પ્રાઇવેટ એજન્સીના માણસો બ્રિઝ પાસે ટ્રાફિક કન્ટ્રોલ કરવા મુકવામાં આવ્યા હતા . નેશનલ હાઇવે 48 વડોદરાથી કરજણ સુધી બામણગામ, પોર, જામ્બુઆ આવતા સાંકડા બ્રિજ પર ટ્રાફિક કન્ટ્રોલ કરવા હાઇવે એજન્સી દ્રારા પ્રાઇવેટ માણસો મુકવામાં આવ્યા છે. વડોદરાથી કરજણ સુધી આવતા તમામ સાંકડા બ્રિજ પર હાઇવે ઓથોરિટીના પ્રાઇવેટ એજન્સીના માણસો સાથે વરણામાં પોલીસ ટ્રાફિકને કન્ટ્રોલ કરવા કામે લાગી હતી 

(6:50 PM IST)