તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 18th October 2025
અમદાવાદના નારોલમાં સાસુએ જ તેના જમાઈની હત્યા કરી
અસ્ત્રા વડે જમાઈ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી હત્યા કરી નાખી: પુત્રીએ માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી

અમદાવાદના નારોલમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાસુએ જ તેના જમાઈની હત્યા કરી નાખી છે. અસ્ત્રા વડે જમાઈ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી હત્યા કરી નાખી હતી .જમાઈના માથામાં ઈંટ વાગતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું હતું . ઘર કંકાસથી કંટાળી પત્ની પોતાના પિયર રહેવા આવી હતી. પત્નીને પરત લઈ જવા માટે પતિ આવ્યો હતો. સાસુ અને જમાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી પુત્રીએ માતા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે નારોલ પોલીસે ગુનો દાખલ કરી માતાની ધરપકડ કરી છે .
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
