<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ: આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે

સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં થાય

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુની અનુભૂતિ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે 18 અને 19 ઓકટોબર વાતાવરણ સૂકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તેમજ દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ સવારે અને રાત્રીના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં થાય. પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ રહેશે.રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારે લઘુત્તમ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

(1:24 PM IST)