તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના અંગત સચિવ શૈલેષ માંડલિયાનો આજે જન્મદિન : ભાજપના પાયાના કાર્યકર તરીકે સંઘથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને PM નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલય સુધીનો અનુભવ
મૂળ રાજકોટના સ્વયંસેવક શૈલેષ માંડલિયાએ ૧૯૯૯ થી ૨૦૦૯ દરમિયાન વિજયભાઈ રૂપાણી અને અમિતભાઈ શાહ સાથે કર્યું સહકાર્ય : પ્રદીપસિંહ જાડેજા, જયંતિભાઈ કવાડિયા સાથે પણ સેવા આપી : મુખ્યમંત્રીના અંગત મદદનીશ તરીકે કાર્યભાર સંભાળી હૃદયસ્થ વિજયભાઈ રૂપાણી સાથે રહ્યા

રાજકોટ, ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫: મૂળ રાજકોટના વતની અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના સ્વયંસેવક, તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીના અંગત સચિવ શ્રી શૈલેષ માંડલિયાનો આજે જન્મદિન છે. તેમની વ્યાવસાયિક અને રાજકીય કારકિર્દી અત્યંત બહોળો અનુભવ ધરાવે છે.
શ્રી શૈલેષ માંડલિયાએ રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી અને રાજકોટ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તરીકે પક્ષમાં સક્રિય કામગીરી કરી છે.
શાસન અને સંગઠનમાં બહોળો અનુભવ:
શ્રી માંડલિયાની વહીવટી સફર ૧૯૯૯માં શરૂ થઈ, જ્યારે તેઓ *સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ (રાજ્યકક્ષા)*ના અધ્યક્ષ તરીકે શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ૧૯૯૯થી ૨૦૦૩ સુધી કાર્યરત રહ્યા. આ બાદ તેમણે ભારતીય જનતા પક્ષના પૂર્વ કેન્દ્રીય અધ્યક્ષ અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે પણ ૨૦૦૩ થી ૨૦૦૯ સુધી મહત્વનો કાર્યભાર સંભાળ્યો હતો.
ત્યારબાદ, તેમણે રાજ્ય સરકારમાં કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા સાથે પણ સેવા આપી. આ ઉપરાંત, તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યાલયમાં પણ કાર્યભાર સંભાળી વહીવટી કામગીરીનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો.
સ્વ. વિજયભાઈ રૂપાણીના અંગત સચિવ:
સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને ત્યારબાદ સરકારમાં મંત્રી તરીકે જોડાયા, ત્યારે પણ શ્રી શૈલેષ માંડલિયા તેમના અંગત મદદનીશ તરીકે તેમની સાથે રહ્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે પણ શ્રી માંડલિયાની નિમણૂંક મુખ્યમંત્રીના અંગત મદદનીશ તરીકે જ થઈ હતી અને તેઓ અત્યાર સુધી તેમની સાથે હૃદયસ્થ રીતે જોડાયેલા રહ્યા છે.
આજે તેમના જન્મદિવસે મો. ૯૮૨૪૦૭૨૦૨૨ અને ૯૯૭૮૪૦૭૧૮૮ ઉપર શુભેચ્છકો તરફથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
