<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો: સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

સાપુતારા, વઘઇ, આહવા વિસ્તારમાં વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે

આજે બપોર બાદ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઇ, આહવા વિસ્તારમાં વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે, ખેતરમાં હવે પાકની લણણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલને લીધે પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે

   હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 20, 21 અને 22 ઑક્ટોબર, 2025 એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  

(12:41 AM IST)