તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
સુનિલ બંસલ પડતા મુકાનાર પ્રધાનો સાથે સંભવિત મુલાકાત કરશે !

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૬: મંત્રી મંડળના વિસ્તરણ પહેલા કે પછી ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પડતા મુકાનાર મંત્રીઓ સાથે સંભવિત મુલાકાત કરશે.
આવતી કાલે નવા મંત્રી મંડળના વિસ્તરણના નગારે ઘા વાગી ગયા છે ત્યારે હાલ ભાજપમાં બધુ સમુ સુતરૂ નથી ચાલી રહ્યુ ત્યારે જે પ્રધાનોને પડતા મુકવાના છે તેમને નારાજઞી થાય એ સ્વાભાવિક છે તેઓની નારાજગી દુર કરવા અને બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ના થાય એ માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પડતા મુકાનાર મંત્રીઓને વિસ્તરણ પહેલા કે પછી મળી શકે છે.
ભાજપના ટોચના સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ નવા મંત્રી મંડળની રચના સમયે રાષ્ટ્રીય હોદેદારોનો જમાવડો હોય પરંતુ વિસ્તરણ સમયે આવડો મોટો જમાવડો ના હોય પણ વધુ કાઈ ડેમેજ ના થાય એ માટે આવી રહ્યાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
રાજયના રાજકારણમાં કંઈક બહુ મોટું થવા જઈ રહ્યુ હોવાની રાજકીય પંડિતોએ સંભાવના પણ વ્યક્ત કરી છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
