<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલના જામીન ફગાવાયા

કોર્ટે ટકોર કરતા કહ્યું કે ગંભીર ગુનામાં વારંવાર જામીન ન અપાય. તેથી કોર્ટે વચગાળાના જામીન રદ કર્યા

અમદાવાદની  ખ્યાતિ હોસ્પિટલ કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલના જામીન ફગાવાયા છે. વચગાળાના જામીન આપવા ગ્રામ્ય કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મિલકતના દસ્તાવેજમાં સહી કરવા માટે જામીન માગ્યા હતા પણ કોર્ટે ટકોર કરતા કહ્યું કે ગંભીર ગુનામાં વારંવાર જામીન ન અપાય. તેથી કોર્ટે વચગાળાના જામીન રદ કર્યા છે

(12:01 AM IST)