<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

અમદાવાદીઓ આનંદો : દિવાળીના ત્રણ દિવસ AMTS બસમાં કરી શકાશે મફત મુસાફરી

ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસે મુસાફરો AMTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સુવિધાનો લાભ તમામ નાગરિકો લઇ શકશે

અમદાવાદ :  દિવાળીના તહેવારને લઇ ખરીદી કરવા લોકોએ બજાર તરફ દોટ મૂકી છે, રસ્તાઓ પર દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ મનપાએ મુસાફરો માટે એક આવકારદાયક નિર્ણય લીધો છે. દિવાળીના ત્રણ દિવસ તારીખ 18 19 20 એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના દિવસે મુસાફરો AMTS બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સુવિધાનો લાભ તમામ નાગરિકો લઇ શકશે.

(9:16 PM IST)