તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
લાયન્સ કલબ્સ ઇન્ટરનેશનલનું પ્રતિનિધિ મંડળ ૧૭મી સુધી અમદાવાદમાં

અમદાવાદઃ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના એક્ઝિકયુટિવ ઓફિસર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું એક -તિનિધિમંડળ, ૧૪ થી૧૭ ઓક્ટોબર દરમિયાન અમદાવાદની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળમાં ૨૫ દેશોના ૮૫ સભ્યોનો સમાવેશ થાય છે.
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એપી સિંહના નેતળત્વમાં, આ પ્રતિનિધિમંડળ તેમની મુલાકાત દરમિયાન, કેટલીક પ્રભાવશાળી સેવાકીય પહેલોનો અભ્યાસ કરશે.તેમની આ મુલાકાતના ઉદ્દેશ્યો અંગે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એપી સિંહે જણાવ્યું હતુંકે, ‘‘લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વનું સૌથી મોટું સેવા સંગઠન છે, જે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણમાં માનવતાવાદી કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. અમારું મિશન લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. અમદાવાદમાં લાયન્સ સમુદાયે ઉલ્લેખનીય પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે અને અમે તેનો અભ્યાસ કરવા અને વિશ્વના અન્ય ભાગોમાં તેને લાગુ કરવા માટે ખુબજ ઉત્સુક છીએ.'' શ્રી સિંહે જણાવ્યું કે સમગ્ર ભારતમાં લાયન્સક્લબના ૬૦ ડાયાલિસિસ સેન્ટર, ૫૫ બ્લડ બેંક, ૧૭૫ આંખની હોસ્પિટલ, ૨૦૦થી વધુ શાળાઓ અને ૧૦૦થી વધુ પર્યાવરણ પ્રોજેક્ટ કાર્યરત છે. આ સંસ્થા સુરતમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કેન્સર હોસ્પિટલ વિકસાવી રહી છે.આ ચાર દિવસની યાત્રા દરમિયાન, વૈશ્વિક પ્રતિનિધિઓ પ્રોજેક્ટ પ્રવાસો, પરોપકારી પ્રવળત્તિઓ, સાંસ્કળતિક કાર્યક્રમો અને રાજ્યના અગ્રણીનેતાઓ સાથે વિવિઘ બેઠકોમાં ભાગ લેશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
