તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th October 2025
દિવાળી ટાણે દિવમાં મંદી, હોટલ અને રિસોર્ટ ખાલીખમ

દિવ તા.૧૫: વેકેશનમાં પ્રવાસીઓથી સતત ભરચક રહેતા સંઘ પ્રદેશ દિવમાં છેલ્લા ૫ વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરથી શરૂ થતી પ્રવાસન સિઝન આ વર્ષે ઉદાસીન રહે તેવું લાગી રહ્યુ છે, કારણ કે હોટલો, રિસોર્ટ્સ અને રેસ્ટોરન્ટો ખાલી પડ્યા છે, જેના કારણે સ્થાનિક ધંધા-રોજગાર પર મંદીની છાયા છવાઈ ગઈ છે. દિવમાં દર વર્ષે દિવાળી અને શિયાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હતી. આ વખતે પણ હોટલ માલિકો અને વેપારીઓને આશા હતી કે દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓ આવશે અને ધંધો ફરી ગતિ પકડશે. પરંતુ હાલની સ્થિતિ મુજબ હોટલો અને રિસોર્ટોમાં ન તો બુકિંગ થઈ રહ્યા છે અને ન ઇન્ક્વાયરી મળી રહી છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો નિરાશ છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
