<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ગાંધીનગર એસીબીની નડિયાદમાં સફળ ટ્રેપ : SC/ST સેલનો ASI 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

એટ્રોસિટીના કેસમાં આરોપીની ધરપકડ ના કરવા અને નોટિસ આપી જવા દેવા બદલ આરોપીના પરિવાર પાસે લાંચ માંગી હતી

ગાંધીનગર ACBની ખેડામાં સફળ ટ્રેપ થઇ છે  SC/ST સેલનો ASI 4 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. એએસઆઇ  જયદીપસિંહ કાનજીભાઇ સોઢા પરમાર SC/STt સેલ નડિયાદ ચાર લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.

એટ્રોસિટીના કેસમાં આરોપીની ધરપકડ ના કરવા અને નોટિસ આપી જવા દેવા બદલ આરોપીના પરિવાર પાસે લાંચ માંગી હતી. SOG કચેરી, ડભાણ રોડ, નડિયાદ, કમ્પાઉન્ડમાં જ લાંચ લેતા લાંચિયો પોલીસ કર્મચારી ઝડપાઈ ગયો હતો 

ACBએ લાંચની રકમ ₹4 લાખ રિકવર કરી, આરોપી પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરતા સરકારી બાબુ સામે ACBની આ કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે.

(4:38 PM IST)