<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ પર તવાઈ : જીએસટીનું રાજ્યવ્યાપી સર્ચ ઑપરેશન

જામનગર, મોરબી, ગાંધીધામ, સુરત,અમદાવાદ ,વડોદરા અને રાજકોટમાં તપાસ: બિલમાં ઓછી કિંમત દર્શાવી લાખોની કરચોરી થયાની આશંકા

અમદાવાદ : દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. ફટાકડાના વેપારીઓને ત્યાં GSTનું રાજ્યવ્યાપી સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જામનગર, મોરબી, ગાંધીધામ, સુરત,અમદાવાદ ,વડોદરા અને રાજકોટમાં તપાસ હાથ ધરાઈ છે. બિલમાં ઓછી કિંમત દર્શાવી લાખોની કરચોરી થયાની આશંકાને જોતા રાજકોટમાં શ્રીરામ ફટાકડામાં તપાસ શરૂ કરાઈ છે. રાજકોટમાં કાળીપાટ ખાતેના ગોડાઉનમાં અને કેનાલ રોડ પર આવેલા સ્ટોરમાં GSTની ટીમ ત્રાટકી હતી.  GSTની ટીમે અમદાવાદમાં 3, સુરતમાં 4 સ્થળે, વડોદરા અને સાવલીમાં 2-2 સ્થળે સર્ચ હાથ ધરી હતી. રાજ્યભરમાંથી કરોડો રૂપિયાની GST ચોરી પકડાવાની શકયતા છે.

(8:34 PM IST)