તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
વડોદરા: ટ્રકની પાછળ સ્કૂટર ઘૂસી જતાં બે યુવાનોના કરુણ મોત

વડોદરા: વડોદરાના કેડભોઇ-ભણસોલી નજીક માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પુરપાટ ઝડપે આવી રહેલું એક સ્કૂટર ઊભેલા ટ્રકની પાછળના ભાગમાં ઘૂસી ગયું હતું.
બાઇક ઉપર સવાર બંને યુવાનોને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતક યુવાનોની ઓળખ મેળવવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
