તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
ઉત્તરાયણ માટે કાચના કોટિંગવાળા તમામ દોરા પર પ્રતિબંધ: ગુજરાત હાઇકોર્ટે સરકારને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો
કોર્ટે ટિપ્પણી કરી હતી કે કાચના કોટિંગવાળા દોરા માનવ જીવન, પશુ-પક્ષીઓના કલ્યાણ અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે આવનારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પતંગ ઉડાડવામાં ઉપયોગમાં લેવાતા કાચના કોટિંગવાળા તમામ દોરા પરના પ્રતિબંધને ફરીથી ભારપૂર્વક સમર્થન આપ્યું છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે સરકારી ઠરાવ દ્વારા નાયલોન, પ્લાસ્ટિક દોરી ઉપરાંત કાચના કોટિંગવાળા સુતરાઉ દોરા (માંજા) પર પણ પ્રતિબંધ લાગુ થાય છે.
કોર્ટે ટિપ્પણી કરી હતી કે કાચના કોટિંગવાળા દોરા માનવ જીવન, પશુ-પક્ષીઓના કલ્યાણ અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે મનોરંજન પ્રવૃત્તિઓ કરતાં જાહેર સુરક્ષા સર્વોચ્ચ છે.
હાઇકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને પ્રતિબંધનું સખત પાલન કરાવવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનો આદેશ આપ્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત દોરાના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહખોરી સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ૬૦૯ જેટલી એફઆઈઆર દાખલ કરીને ૬૧૨થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, કોર્ટે સંતોષ વ્યક્ત ન કરતા કહ્યું હતું કે માત્ર કાગળ પર કામ ન થવું જોઈએ, જમીની સ્તર પર કડક અમલ થવો જોઈએ. કોર્ટે હવે આ કેસની વધુ સુનાવણી ઉત્તરાયણ પહેલા સપ્ટેમ્બર મહિનામાં રાખવા જણાવ્યું છે, જેથી દર વર્ષે છેલ્લી ઘડીએ થતી સુનાવણી ટાળી શકાય અને કાયમી ઉકેલ લાવી શકાય.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
