તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th October 2025
અમદાવાદના નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં સાધ્વીઓ રહેતા હોવાથી DEOએ કારણદર્શક નોટિસ ફટકારી
સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સંતોના રહેવાની કરાઈ છે વ્યવસ્થા: DEO એ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો

અમદાવાદના નિર્ણયનગરની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલમાં સાધ્વીઓ રહેતી હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે. શૈક્ષણિક સંસ્થામાં સાધ્વીઓના રહેણાંક હોવાથી નોટિસ ફટકારાઈ છે. CBSE સ્કૂલમાં શિક્ષણ સાથે સાધ્વીઓને રહેવા માટે એક ફ્લોર છે. નિયમ મુજબ જ્યાં શૈક્ષણિક કાર્ય ચાલતું હોય ત્યાં અન્ય પ્રવૃતિઓ ના થઈ શકે. સ્કૂલના ક્લાસરૂમ સાથે જ મહિલા સંતોના રહેવાની વ્યવસ્થા કરાઈ છે ,DEO એ કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. માત્ર શૈક્ષણિક હેતુ માટે જ બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે છે .
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
