<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

નવસારીમાં વાવાઝોડાની સહાયના મુદ્દે ભાજપ- કોંગ્રેસ આમનેસામને : તાલુકા પંચાયત કચેરીને ટોળા ઉમટ્યા

કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી હોવાના આક્ષેપો સાથે ભાજપના કાર્યકરો પણ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા

નવસારીમાં આવેલા વાવાઝોડાની સહાય મુદ્દે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સરકારમાંથી યોગ્ય સહાય ના મળવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. વાંસદા બાદ  ચીખલીમાં કોંગ્રેસે રેલી સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી TDO ને રજૂઆત કરવાની હતી. આ સમયે કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી હોવાના આક્ષેપો સાથે ભાજપના કાર્યકરો પણ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. કોંગ્રેસ આપદામાં અવસર શોધી ખોટી રાજનીતિ કરતી હોવાનો ભાજપ કાર્યકરોએ આક્ષેપો કર્યાં છે. કોંગ્રેસના આંદોલન સામે ભાજપીઓ પણ ભેગા થતા તંત્ર ચિંતામાં મુકાયું છે .

ભાજપી કાર્યકર્તાઓ તાલુકા પંચાયતે ભેગા થયાની જાણ થતા ધારાસભ્ય નરેશ પટેલ પણ તાલુકા પંચાયત પર પહોંચ્યા હતા. સમાજસેવી સંસ્થાઓ, સંગઠન અને સરકાર દ્વારા વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોની છત થાય એવા પુરા પ્રયાસો થયા છે. ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકર્તાઓને સમજાવી પરત મોકલ્યા હતા  ભાજપીઓએ તાલુકા પંચાયત પ્રાંગણ છોડ્યા બાદ કોંગ્રેસીઓ રેલી લઈ પહોંચ્યા હતા. કોંગી ધારાસભ્ય અનંત પટેલે દરેક ઘરોને 5 લાખની સહાયની માંગ સાથે TDO ને આવેદન આપ્યું હતું 

(8:46 PM IST)