<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બરમાં જ બહાર પડાશે: ફેઝ 1ની સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેઝ 2 ની જાહેરાત થશે.

પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિગતો અપાઈ

અમદાવાદ : પોલીસ ભરતી ફેઝ 2ની જાહેરાત આગામી સમયમાં થશે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેની, સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિગતો આપવામાં આવી છે. PSIની સીધી ભરતી પ્રક્રિયામાં 50,000 ઉત્તરવહી તપાસવામાં આવી રહી છે. PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પડાશે. ફેઝ 1ની સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફેઝ 2 ની જાહેરાત થશે. તજજ્ઞો સરળતાથી મળતા ન હોવાથી પેપર ચેક કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેમ સરકારી વકીલે જણાવ્યું હતું.

પોલીસમાં સર્વિસ સંબંધિત કેસો ટાળવા માટે પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટનું સરકારને સૂચન, પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ અને બાદમાં નીચી પોસ્ટનું પરિણામ બહાર પાડો. જેથી નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી ના રહે.

નીચી પોસ્ટ બાદ ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરવાથી બંનેમાં સિલેક્ટ થયેલા ઉમેદવાર ઊંચી પોસ્ટમાં જાય તો નીચી પોસ્ટમાં જગ્યા ખાલી રહે છે તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. પ્રમોશનલ પોસ્ટમાં ખાલી રહેલ 10 હજાર પોસ્ટમાંથી હવે માત્ર 1297 પ્રમોશનલ જગ્યા જ ખાલી છે તેમ પણ  સરકારી વકીલે જણાવ્યું હતું.

(6:18 PM IST)