<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અમદાવાદમાં સ્‍કૂલની રિક્ષામાં અજબ સ્‍ટન્‍ટ

વિડિયોમાં એક સ્‍ટુડન્‍ટ સ્‍કૂલ-રિક્ષાની બહાર સળિયાથી લટકતો દેખાય છે

અમદાવાદ,તા.૧૦: ગયા રવિવારે સોશ્‍યલ મીડિયા પર ડો. હર્ષ જાગેટિયા નામના ભાઈએ સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ કરેલી એક તસવીર અને એક વિડિયો જોઈને અમદાવાદની ટ્રાફિક-પોલીસ સફાળી જાગી ઊઠી હતી. વિડિયોમાં એક સ્‍ટુડન્‍ટ સ્‍કૂલ-રિક્ષાની બહાર સળિયાથી લટકતો દેખાય છે. સ્‍કૂલ-રિક્ષાનો નંબર ગુજરાતનો છે અને આ ઘટના મણિનગર વિસ્‍તારની હોવાની વાત પોસ્‍ટમાં લખવામાં આવી હતી. ડો. હર્ષ જાગેટિયાએ લખ્‍યું હતું, ‘૨૦૨૫ પૂરું થવામાં છે અને અમદાવાદના મણિનગરમાં હજી પણ સ્‍ટુડન્‍ટ્‍સ આ રીતે સ્‍કૂલમાં જાય છે.'

આ વિડિયો અને તસવીરો જોઈને અમદાવાદ પોલીસે જવાબ આપેલો, ‘અમારા ધ્‍યાનમાં લાવવા બદલ ધન્‍યવાદ. ટ્રાફિક કન્‍ટ્રોલ-રૂમને આ માટે જરૂરી પગલાં લેવાની સૂચના અપાઈ ગઈ છે.'

રિક્ષાચાલક, સ્‍કૂલ અને પેરન્‍ટ્‍સ ત્રણેયની સામે સખત કાર્યવાહી થવી જોઈએ.(૪૦.૪)

(9:32 AM IST)