<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

છોટાઉદેપુરના આંબા ડુંગર ગામે સગા દિકરાએ માતાની કરપીણ હત્યા કરી : જેલહવાલે

વૃદ્ધ પેન્શનના પૈસા માતાએ તેના દીકરાને ના અપાતા દીકરાએ લાકડીના ફટકા મારી જનેતાની હત્યા કરી નાખી

છોટાઉદેપુરના આંબા ડુંગર ગામે સગા દિકરાએ માતાની કરપીણ હત્યા કરી હતી . નાની રકમ મેળવવા પુત્રએ માતાની હત્યા કરી હતી . નબળી આર્થિક સ્થિતિમાં જીવતા માં-બાપને સરકારની યોજના વડે વૃધ્ધ પેન્શન મળતુ હતું. વૃદ્ધ પેન્શનના પૈસા માતાએ તેના દીકરાને ના અપાતા દીકરાએ લાકડીના ફટકા મારી જનેતાની હત્યા કરી નાખી હતી . હત્યારા પુત્રને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

(6:59 PM IST)