તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th October 2025
અમદાવાદના નરોડાના મહિલા ધારાસભ્ય પાયલ કુકરાણી સામે સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો
સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ધારાસભ્યનો ઘેરાવ કર્યો:નોબલનગર વિસ્તારની વિવિધ સોસાયટીના લોકોએ ધારાસભ્યને ઘેરીને રોષ ઠાલવ્યો

અમદાવાદ શહેરના વધુ એક ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ બન્યા છે. નરોડાના મહિલા ધારાસભ્ય પાયલ કુકરાણી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ ના આવતા ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો. નોબલનગર વિસ્તારની વિવિધ સોસાયટીના લોકોએ ધારાસભ્યને ઘેરીને રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવા સહિતની સમસ્યાનો સ્થાનિકો સામનો કરી રહ્યા હતા, AMC અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી કરવા ખાતરી આપી હતી. અગાઉ અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા અને નિકોલમાં બાબુ જમનાદાસ સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો હતો
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
