તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
નવસારી:વરસાદી માહોલના પગલે શેરડી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી મિલો :સુગરોનું પીલાણ શરૂ કરી શકી નથી.
શેરડી આધારિત ગુજરાતનું સહકારી સુગર ફેક્ટરી માળખું પણ વરસાદી માહોલના કારણે મૂંઝવણ મુકાયું

ગુજરાતનું સુગર ફેક્ટરીઓનું સહકારી માળખું સમગ્ર દેશ અને દુનિયામાં વખાણાય છે. પરંતુ ચાલુ વર્ષે એક મહિનો મોડું શરૂ કરવું પડે તેવું વાતાવરણ ઊભું થયું છે. નવસારીની ગણદેવી સહિત ગુજરાતની તમામ સુગરો વાતાવરણના પલટાના કારણે સુગરોનું પીલાણ શરૂ કરી શકી નથી..
ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. સમયાંતરે વાતાવરણીય ફેરફારોના કારણે ખેત ઉત્પાદન પર સીધી અસર થઈ છે. ચાલુ વર્ષે મેં માસથી શરૂ થયેલી મેઘરાજાની સવારી ઓક્ટોબર મા સુધી ચાલુ રહી છે. વરસાદી માહોલના પગલે શેરડી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. શેરડી આધારિત ગુજરાતનું સહકારી સુગર ફેક્ટરી માળખું પણ વરસાદી માહોલના કારણે મૂંઝવણ મુકાયું છે. દર વર્ષે દશેરા થી શરૂ થતી સુગર ફેક્ટરીઓ રસ્તા ના અભાવે દિવાળી બાદ પણ શરૂ થશે કે નહીં તેની રાહ જોઈને બેઠા છે
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
