તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૭ મો પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો......

શ્રી ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૭ મો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉલ્લાસભેર ઉજવાયો.
ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપતાં મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ, કીર્તન ભક્તિ, ઓચ્છવ, સમૂહ રાસ, પાટોત્સવ વિધિ, અન્નકૂટ, આરતી, બાળકોનું સત્સંગ અંગેનું વ્યક્તવ્ય વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જે મનુષ્યમાં કથા વાર્તા, સત્સંગનું અંગ હશે તો તે મનુષ્ય જીવનમાં ઉન્નતિ સાધી શકશે અને વ્યસનોને તિલાંજલિ આપવા, પર્યાવરણ રક્ષણ અને જતન માટે વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
