તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th September 2025
ખરેખર મોજીલાઃ ફલાઈટ મોડી પડતા સુરતીઓ ગોવા એરપોર્ટ પર ગરબે ઘૂમ્યા
૭ મિત્રોએ ટ્રેનની ટિકિટ કેન્સલ કરી ફલાઈટની બુક કરાવી હતી સુરતીઓનો ઉત્સાહ જોઈ ક્રૂ મેમ્બરે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરી આપી

પણજી તા.૩૦: પાઈલોટની નાદુરસ્ત તબિયતને કારણે રવિવારે સુરત-ગોવાની ફલાઈટ છથી સાત કલાક મોડી પડી હતી. જેને લીધે ગોવાથી સુરત આવનારા મુસાફરો પણ અટવાઈ પડયા હતા. ખાસ ગરબા રમવા માટે ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવી ફલાઈટની ટિકિટ બુક કરાવનારા રાંદેર વિસ્તારના સાત મિત્રો ફલાઈટ મોડી પડવાને લીધે નિરાશ થયા હતા. જોકે, રાત્રે ૧૧ વાગે ફલાઈટ લેન્ડ થઈ હોવાની માહિતી મળવા સાથે આ મિત્રો ગરખે ઘૂમવા લાગતા બીજા મુસાફરો પણ તેમની સાથે જોડવઈ ગયા હતા. બીજી બાજુ મુસાફરોને ઉત્સાહ જોઈ કૂ મેમ્બરે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરી આપતા માહોલ જામી ગયો હતો.
રવિવારે ઈન્ડિગો એરલાઈન્સ કંપનીની સુરત-ગોવા ફલાઈટ છથી સાત કલાક મોડી પડી હતી. પાઇવોટની તબિયત ખરાબ થતાં અને બીજા પાઈલોટની વ્યવસ્યા કરવામાં વધુ પડતો સમય નીકળી જતા આ સમસ્યા સર્જાઈ હતી. આ ફલાઈટ જ સુરતથી ગોવા પહોંચ્યા બાદ ફરી ગોવાથી સુરત આવતી હોય છે. પરંતુ રવિચારે આ ફફલાઈટ મોડી પડતા ગૌવાથી સુરત આવનારી ફલાઈટ આપોઆપ મોડી પડી હતી. ગોવાથી સુરત આવનારા મુસાફરોને શરૂઆતમાં ફલાઈટ અડધો કલાક મોડી હોવાની વાત કરાઈ હતી. ત્યારબાદ ફરી એક કલાક મોડી હોવાની વાત કરાઈ હતી. આમ, સાંજે પાંચેક વાગે ગોવાથી સુરત આવવા નીકળતી આ ફલાઈટ રવિવારે છેક ૧૧:૩૦ (વારે રાત્રે મવાગે નીકળી હતી. રાંદેર, રામનગરમાં રહેતા અને કોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા મપૂર કુકરેજાએ જણાવ્યું હતું કે, તેના સહિત સાત મિત્રો ગોવા ખાતે પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે ગયા હતા. તેમની ગોવાથી રવિવારે સુરત આવવાની ટ્રેનની ટિકિટ હતી. પરંતુ મિત્રોએ ગરબા રમવા જવાનું આયોજન કરતા રવિવારની ટ્રેનની ટિકિટ કેન્સલ કરી શનિવારે, તા. ર૭મીએ ગોવાથી સુરત આવવા માટે રવિવારની ફલાઈટની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ કફલાઈટ મોડી પડતા તે ટિકિટ માથે પડી હતી. દરમિયાન રાત્રે અગિયારેક વાગે ફલાઈટ લેન્ડ થઈ હોવાની માહિતી મળતા તેની સાથેના મિત્રો ખુશીમાં ગરબો રમવા લાગતા આ ફલાઈટના બીજા મુસાફરો પણ તેમની સાથે જોડાવા હતા અને ગણતરીની મિનિટોમાં તેમનો વીડિયો વાયરલ થઈ ગયો હતો
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
