<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

ભરૂચમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓની દાદાગીરી મોબાઈલ વીડિયોમાં કેદ થઈ

બેથી ત્રણ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ ટ્રેલરચાલકને બેફામ માર માર્યો : અન્ય ટ્રકચાલકે વીડિયો ઉતારતા તેના સાથે પણ દાદાગીરી કરી હોવાના આક્ષેપ

ભરૂચ : રાજ્યમાં ટોલ પ્લાઝા વિવાદનો અડ્ડો બની ગયો હોય તેમ વારંવાર ટોલ પર થયેલી બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓની દાદાગીરી મોબાઈલ વીડિયોમાં કેદ થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બેથી ત્રણ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ ટ્રેલરચાલકને બેફામ માર મારી રહ્યા છે. આ મારમારી કઈ બાબતે થઈ રહી છે તે અંગે કોઈ માહિતી સામે નથી આવી પરંતુ અન્ય ટ્રકચાલકે વીડિયો ઉતારતા તેના સાથે પણ દાદાગીરી કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ વીડિયો સામે આવતાની સાથે જ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

 

(1:24 AM IST)