તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી: કાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ
નવરાત્રીના છેલ્લા દિવસો અને દશેરાના ઉત્સવ પર વરસાદનું વિઘ્ન આવી શકે :જાણો આજે 27 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.

અમદાવાદ :ગુજરાતમાં નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે, જે 1 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે અને 2 ઓક્ટોબરે દશેરાનો તહેવાર છે. આ તહેવારોની ખુશી વચ્ચે હવામાન વિભાગે ગરબા આયોજકો અને ઉત્સવપ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 27 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નવરાત્રીના છેલ્લા દિવસો અને દશેરાના ઉત્સવ પર વરસાદનું વિઘ્ન આવી શકે છે. ત્યારે જાણો આજે 27 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 27 સપ્ટેમ્બરના રોજ સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ જુનાગઢ, ગીર સોમનાથ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 29 સપ્ટેમ્બરના રોજ અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, પાટણ અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 30 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 01 ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 02 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 03 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત વડોદરા અને છોટા ઉદેપુરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
