તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ : બોપલમાં વકીલ બ્રિજ પાસેના પાર્ટી પ્લોટમાં પાસ વગર રમવા માટે મારામારી
5 જેટલા શખ્સોએ મફતમાં એન્ટ્રી માટે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કર્યા બાદ 20થી વધુ લોકોનું ટોળું બોલાવી હુમલો અને તોડફોડ કરી: બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રી પર્વે લુખ્ખાઓ બેફામ બન્યા છે, શહેરના બોપલમાં વકીલ બ્રિજ પાસેના પાર્ટી પ્લોટમાં ગરબામાં મારામારીની ઘટના બની. જેમાં 5 જેટલા શખ્સોએ મફતમાં એન્ટ્રી માટે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતા હતા. ત્યારે ગેટ પર રહેલા સહ આયોજકે સમજાવાનો પ્રયત્ન કરતા તેની સાથે પણ બોલાચાલી કરી. 20થી વધુ લોકોનું ટોળું બોલાવી હુમલો અને તોડફોડ કરી. જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે સરખેજ પોલીસે 20થી વધુના ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે. જ્યારે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે પોલીસે CCTVની મદદથી અન્ય આરોપીઓની પકડવા તજવીજ હાથ ધરી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
