તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
ગુજરાત સરકાર દ્વારા વકીલોને દિવાળી ગીફટઃ ૧પ૦૦ વકીલોને નોટરી તરીકે નિમણુંક અપાઇ
સમગ્ર ગુજરાત ભરમાં નોટરી માટે અરજીઓ કરનારા લગભગ તમામ વકીલોની નિમણુંકો જાહેર કરાઇઃ દિવાળી પહેલા નવરાત્રીમાંજ લીસ્ટ જાહેર કરી દેવાતા વકીલોમાં ખુશીની લહેરઃ બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપ પટેલે સરકારનો આભાર માન્યોઃ નોટરીની નિમણુકમાં સરકારનું પારદર્શક પગલુ...

રાજકોટ, તા. ર૭: ગુજરાત સરકાર દ્વારા ૧પ૦૦ જેટલા વકીલોની નોટરી તરીકે નિમણુંકો આપતા વકીલોમાં ખુશીની લાગણી જન્મી છે. લગભગ અરજી કરનારા તમામ વકીલોને નિમણુંક અપાઇ છે.
સમગ્ર ગુજરાત ભરમાં મોટી સંખ્યામાં વકીલોએ નોટરી તરીકે નિમણુંકો મેળવવા અરજીઓ કરી હતી. જે અંગે કાયદા વિભાગ દ્વારા વકીલોના ઇન્ટરવ્યુ પણ લેવાયા હતા.
છેલ્લા ઘણાં સમયથી વકીલો નોટરીની નિમણુંકતા ઓડરોની રાહ જોતા હતા. ગુજરાત સરકારના લીગલ ડીપાર્ટમેન્ટ નોટરી સેલ દ્વારા તાજેતરમાં નિમણુંકોના ઓર્ડર જાહેર કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતમાં લગભગ ૧પ૦૦ થી વધુ વકીલોને નોટરી તરીકે નિમણુંકો આપવામાં આવી છે.
આ નિમણુંકોમાં ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ-સુરત-વડોદરા અને રાજકોટ સિવાયના લાગતા વળગતા જીલ્લા-તાલુકા કક્ષાએ પ્રેકટીશ કરતાં વકીલોને નોટરીની નિમણુંકો અપાતા વકીલોમાં ખુશીની લહેર જાગી છે.
ગુજરાત સરકાર દ્વારા ૧પ૦૦ જેટલા નવા નોટરીની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત સરકારનું પારદર્શક પગલું કેન્દ્રએ જેમ બધા જ ઉમેદવારોને નોટરીનું લાઇસન્સ આપેલ છે. તેવી જ રીતે ગુજરાત સરકારે ગુજરાતના તમામ વકીલો જેમણે નોટરી માટે અરજી કરેલ તે તમામ ને નોટરી બનાવવામાં આવેલ છે અને તે માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ કાયદા મંત્રી ગુજરાત સરકારના શ્રી જીજ્ઞેશભાઇ પટેલનો આભાર માનવામાં આવેલ છે.
ગુજરાતમાં પ્રર્વતમાન સરકાર દ્વારા આ અગાઉ પણ નોટરીની નિમણુંકો આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લે ખુબજ મોટી સંખ્યામાં વકીલોએ નોટરીના લાયસન્સો મેળવવા અરજીઓ કરીને ઇન્ટરવ્યું આપેલ હતા.
છેલ્લા ઘણાં સમયથી વકીલો નિમણુંકોની રાહ જોતા હતાં. ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા વકીલોને દિવાળી પહેલા જ નવરાત્રીમાં નવી નિમણુંકો જાહેર કરી દેતા વકીલોમાં આનંદની લાગણી જન્મી છે.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
