તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
શેરમાર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી મહેસાણાના યુવકે રૃ.૬ લાખ પડાવ્યા
લાખોનું રોકાણ કરાવીને આચરતો હતો છેતરપિંડી : વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે મહેસાણાના ધર્મેશ ઠાકોર નામના યુવકની ધરપકડ કરી છે

વડોદરા,તા.૨૫
શેરમાર્કેટમાં ઊંચા નફાની લાલચ આપીને લોકોને છેતરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે મહેસાણાના ધર્મેશ ઠાકોર નામના યુવકની ધરપકડ કરી છે. જેણે એક વ્યક્તિ સાથે રૃ.૬ લાખની છેતરપિંડી કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન રોકાણની લાલચમાં થતી છેતરપિંડીઓ સામે ચેતવણી આપી છે. આરોપી ધર્મેશ ઠાકોર સોશિયલ મીડિયા પર લોકોને શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે આકર્ષતો હતો.
આરોપી લોકોને ઊંચા નફાની લાલચ આપીને તેમનો વિશ્વાસ જીતતો હતો. શરૃઆતમાં તે નાના રોકાણકારોને થોડો નફો આપીને તેમનો વિશ્વાસ કેળવતો હતો. એકવાર વિશ્વાસ બેસી જાય પછી તે તેમને મોટી રકમનું રોકાણ કરવા માટે પ્રેરતો હતો. વડોદરાના એક ભોગ બનનાર વ્યક્તિએ આ જ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ વ્યક્તિએ ધર્મેશ ઠાકોરની વાતોમાં આવીને શેરમાર્કેટમાં કુલ રૃ.૬ લાખનું રોકાણ કર્યું હતું.
પરંતુ ત્યારબાદ તેને કઈ રિટર્ન મળ્યું ન હતું. આખરે જ્યારે તેને છેતરાયાનો અહેસાસ થયો ત્યારે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે ધર્મેશ ઠાકોરને મહેસાણાથી ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી છેતરપિંડીના વધુ કિસ્સાઓ અંગે પૂછપરછ હાથ ધરી છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
