<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ટીવીએસ મોટર કંપનીએ ટીવીએસ એનટોર્ક ૧૫૦ લોન્‍ચ કર્યું

દેશનું સૌથી ઝડપી અને પહેલું હાઇપર સ્‍પોર્ટ સ્‍કૂટર

અમદાવાદ : ટુ અને થ્રી વ્‍હીલર સેગમેન્‍ટમાં વૈશ્વિક અગ્રણી ટીવીએસ મોટર કંપનીએ (TVSM) ભારતના સૌથી ઝડપી હાઇપર સ્‍પોર્ટ સ્‍કૂટર, ટીવીએસ એનટોર્ક ૧૫૦ના લોન્‍ચિંગની જાહેરાત કરી હતી. ૧૪૯.૭ સીસીના રેસ-ટયુન્‍ડ એન્‍જિનનો પાવર અને સ્‍ટીલ્‍થ એરક્રાફ્‌ટ ડિઝાઇનથી પ્રેરિત આ સ્‍કૂટર નવી જનરેશનના રાઇડર્સ માટે ઉચ્‍ચ પર્ફોમન્‍સ, સ્‍પોર્ટી દેખાવ અને અત્‍યાધુનિક ટેકનોલોજીનો સુમેળ છે. સ્‍કૂટરની ખાસ પ્રારંભિક કિંમત રૂપિયા ૧,૧૯,૦૦૦ (એક્‍સ-શોરૂમ, ઓલ ઇન્‍ડિયા) છે. TVS NTORQ ૧૫૦ના લોન્‍ચ અંગે TVS મોટર કંપનીના ઇન્‍ડિયા 2W બિઝનેસના પ્રેસિડેન્‍ટ શ્રી ગૌરવ ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, ‘‘ટીવીએસ મોટર કંપનીમાં, અમે નવીનતા અને ગ્રાહક-કેન્‍દ્રિત પ્રોડક્‍ટના માધ્‍યમથી વળદ્ધિ માટે પ્રતિબધ્‍ધ છીએ. હકીકતમાં TVS NTORQ ૧૫૦ અમારા તમામ રાઇડર્સ પાસેથી મેળવેલી શીખથી પ્રેરિત છે અને અમારા સ્‍કૂટર પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. રેસ-પ્રેરિત પર્ફોમન્‍સ, એડવાન્‍સ્‍ડ કનેક્‍ટિવિટી અને સેગમેન્‍ટમાં પ્રથમ સેફ્‌ટી અને કન્‍ટ્રોલ ફીચર્સનું સંયોજન એવું આ સ્‍કૂટર ગ્રાહકોને આનંદિત કરશે અને બ્રાન્‍ડ પ્રત્‍યેના પ્રેમમાં નોંધપાત્ર વધારો કરશે.''

(3:49 PM IST)