તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
હીરામણિ પ્રાથમિક શાળામાં કલાત્મક તોરણ બનાવવાની સ્પર્ધા

રાજકોટઃ અમદાવાદની પ્રાથમીક શાળા (ગુજરાતી માધ્યમ)માં નવરાત્રી પર્વ નિમિતે શુકનવંતા ગણાતા તોરણ બનાવવાની સ્પર્ધા યોજાઇ ગઇ. જેમાં વિદ્યાર્થીઓએ ચાર્ટ પેપર, ક્રાફટ પેપર, વિવિધપાંદડા, પતંગ,તોરણ ફૂલના આકારોના તેમજ શુભ-લાલ, સાથિયા, કાપડ-આભલાનો સુંદર ઉપયોગ કરીને કલાત્મક તોરણો બનાવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નરહહિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરુણ અમીન, સી.ઇ.ઓ. ભગવત અમીન, આચાર્ય કોષાબેન પટેલ અને કો-ઓર્ડિનેટર લાલસિંહ ચંપાવતે સમગ્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
