તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 25th September 2025
વન કર્મચારીઓ- અધિકારીઓ સામે દાખલ થયેલી પાયાવિહોણી પોલીસ ફરિયાદ રદ કરો
જાણીતા પર્યાવરણ પ્રેમી અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત

રાજકોટ તા.૨૫: સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભુષણ પંડયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી ગુજરાત વન વિભાગના રાજય સેવક એવા અધિકારીઓ અને કર્મચારીઓની વન સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી દરમ્યાન તેમની સામે દાખલ થયેલી પાયાવિહોણી પોલીસ ફરિયાદ (એફઆઇઆર) રદ કરવા રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવાયુ છે કે, ગીર પヘમિ વિભાગ હેઠળના ડેડકડી રેન્જનાં જાંબુથાળા રાઉન્ડમાં ગેરકાયદેસર માલધારી શ્રી સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ, ઉંમર વર્ષ ૪૫, ગીર અભયારણ્યમાં ગેરકાયદેસર વસવાટ કરી, ગીર અભયારણ્ય બહારનાં રેવન્યુ વિસ્તારોમાંથી ભાડુઆતી ભેંસો લાવી, અભયારણ્યમાં ગેરકાયદેસર રાખી, તેમનું ચરિયાણ કરાવી, અભયારણ્યના નિયમોનો અવારનવાર ભંગ કરતાં હતાં.
ગીર અભયારણ્યનાં વનવિસ્તાર ઉપર ગેરકાયદે ચરિયાણનું ભારણ ઘટે અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવળત્તિ અટકે તે હેતુથી વન વિભાગ દ્વારા જાંબુથાળામાં ગેરકાયદે વસવાટ કરતાં માલધારીને તારીખ ૦૮-૦૮-૨૦૨૪ નાં રોજ કારણદર્શક નોટિસ આપવામાં આવેલ. અવારનવાર નોટિસો આપવાં છતાં ગેરકાયદે પ્રવળત્તિ ચાલુ જ હતી, તેથી સન ૨૦૨૫ માં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ગીર અભયારણ્ય ના હિતમાં તથા નિયમોનું પાલન કરીને માત્ર પત્રો દ્વારા કરવામાં આવેલ છે, જે વન વિભાગનાં રેકોર્ડ પર છે.
દરમિયાન જાણવા મળેલ માહિતી અનુસાર શ્રી સલીમભાઈ બ્લોચ તથાં તેમનાં ભાઈ શ્રી હનીફભાઈ દારમહંમદ બ્લોચ, તેઓ બંને એ તારીખ ૦૯-૦૯-૨૦૨૫ નાં રોજ વિસાવદર રેન્જ ઓફિસનાં કમ્પાઉન્ડમાં જઈ, કોઈ ઝેરી દવાનું સેવન કર્યું હતું. તેથી તેમને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. સારવાર દરમિયાન એક અતિ દુઃખદ ઘટનામાં તારીખ ૧૬-૦૯-૨૦૨૫ નાં રોજ શ્રી સલીમભાઈ બ્લોચનું નિધન થયું. તેથી શ્રી સલીમભાઈ ના પુત્ર શ્રી સલમાનભાઈ સલીમભાઈ બ્લોચ, ઉંમર વર્ષ ૨૨, દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૮-૦૯-૨૦૨૫ નાં રોજ FIR N 11203070250 નોંધવામાં આવેલ છે.
ઉપરોક્ત એફઆઇઆરમાં વન અધિકારી/કર્મચારીઓ દ્વારા એક સંપ કરી, ઘર ખાલી કરવા માટે સ્થળાંતરની નોટિસ આપી ત્રાસ અને ધમકી આપતાં હતાં, તે કારણે ફરિયાદીના પિતા તથા કાકાએ ઝેરી દવા પીધી, તેવી સંપૂર્ણપણે પાયા વિહોણી ફરિયાદ નોંધાવેલ છે. શ્રી સલીમભાઈ નું દુઃખદ મળત્યુ થયું, તે અત્યંત ખેદજનક છે, પરંતુ જે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે, તે સત્ય થી તદ્દન વેગળી છે.
સત્ય હકીકત એ છે કે આ માલધારીઓ ગીર અભયારણ્યની અંદર ગેરકાયદેસર વસવાટ કરી, ગેરકાયદેસર પ્રવળત્તિઓ કરી રહ્યાં હતાં, અને વન વિભાગની ફરજના ભાગરૂપે તેમને કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં ગેરકાનૂની પ્રવળત્તિઓ સતત ચાલુ રહેતાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજ્યનાં વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ પ્રસ્થાપિત કાર્યશૈલી અનુસાર તેમની ફરજ બજાવી રહ્યાં હતાં. એક વર્ષથી વધારે સમયથી ગુનેગારોને પત્રો દ્વારા કારણદર્શક નોટિસો આપી, ગેરકાયદે કાર્યો ન કરવાં જણાવી રહ્યાં હતાં. જે સ્પષ્ટ દર્શાવે છે કે ગેરકાયદે વસવાટ કરતા માલધારીઓને કોઈપણ પ્રકારે ધાક-ધમકી કે ત્રાસ આપવામાં આવેલ નથી.
સર, ૧૯૭૦ ના દાયકામાં ગીર અભયારણ્યમાં રહેતાં અનેક માલધારી પરિવારોને યોગ્ય વળતર અને બીજી સુવિધાઓ આપી, અભયારણ્યની બહાર સ્થળાંતરિત કરવામાં આવેલ; પરંતુ મોટાભાગનાં માલધારી પરિવારો આ બધી સુવિધા સ્વીકાર્યા પછી પણ ગેરકાયદેસર રીતે અભયારણ્યની અંદર રહેવા પાછાં આવી ગયા છે, અને આજે લગભગ પાંચ દાયકાથી (ગેરકાયદેસર) વસવાટ કરી રહ્યાં છે. તેમને પણ અભયારણ્ય ની બહાર ચાલી જવા માટે વન વિભાગ દ્વારા કોઈ ત્રાસ કે દબાણ કરવામાં આવતું નથી. ઉલટા નું દુષ્કાળ, વાવાઝોડાં, વિગેરે જેવી કુદરતી આફતો આવી હોય ત્યારે લેશમાત્ર ભેદભાવ રાખ્યાં વગર બધાં જ માલધારી પરિવારોને વન વિભાગ દ્વારા રોકડ સહાય, પાણી, માલ-ઢોર માટે ચારો, સોલાર પેનલો, વિગેરે શકય તેટલી તમામ મદદ કરવામાં આવે છે.
જ્યારે વન અને વન્યપ્રાણી પ્રત્યે થતાં ગુનામાં સરકારી અધિકારી/કર્મચારી ફરજ નાં ભાગરૂપે નિયમાનુસાર કાર્યવાહી કરે. ત્યારે તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાતી નથી.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની કલમ ૬૦, ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ ની કલમ ૭૪, CRPC કલમ ૧૯૭અને નવી કલમ BNSS ૨૧૮ મુજબ રાજ્ય સેવક વિરુદ્ધ રાજય સરકારની પૂર્વ મંજરી વગર કોઈ કાર્યવાહી કરી શકાય નહીં. આ કારણોસર પણ આ પાયા વિહોણી એફઆઈઆર રદ થવા પાત્ર છે.
ઉપરોક્ત તથ્યોનાં પ્રકાશમાં વન વિભાગનાં નિષ્ઠાવાન અધિકારી/કર્મચારીઓ શ્રી ભરતભાઈ રબારી, ફોરેસ્ટ બીટગાર્ડ, શ્રી રવિભાઈ કાકડીયા, રાઉન્ડ ફોરેસ્ટર, શ્રી જયરાજસિંહ વાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પર વિસાવદર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૮-૦૯-૨૦૨૫ નાં રોજ FIR N 11203070250 નોંધવામાં આવેલ છે, તે રદ કરવા યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરી છે. (ભુષણ પંડયા મો.૯૪૨૮૨ ૦૩૧૧૭) (૨.૨૨)
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
