તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
માંડલમા તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી : સરકારી કોલેજનું નિરીક્ષણ કર્યું
ધારાસભ્ય હાર્દિક પટેલના નેતૃત્વમાં માંડલ ગામ અને તાલુકામાં અનેક વિકાસ કામો : દાલોદ-વનપરડી-નાયકપુર રોડ ૫.૦૦ કરોડના ખર્ચે મંજુર થયો હવે ટૂંક સમયમાં માંડલ-દાલોદ રોડની મંજૂરી મળશે

રાજકોટ તા.૨૫ : માંડલ ખાતે તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી હતી. તેમજ તાલુકાના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને માંડલ ખાતે નિર્માણ થઈ રહેલી સરકારી કોલેજનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય હાર્દિક પટેલના નેતૃત્વમાં માંડલ ગામ અને તાલુકામાં અનેક વિકાસ કામો તેજીથી થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ દાલોદ-વનપરડી-નાયકપુર રોડ ૫.૦૦ કરોડના ખર્ચે મંજુર થયો છે અને ટૂંક સમયમાં માંડલ-દાલોદ રોડની મંજૂરી આવશે.
આ પ્રસંગે માંડલ તાલુકા ભાજપના આગેવાનો, ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
