તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th September 2025
વડોદરાના પાદરામાં ક્રોનેક્ષ કંપનીમાં એક કામદારનું મૃત્યુ થતાં તેના પરિજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો
ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે ગ્રામજનોએ ક્રોસરોડ હોસ્પિટલ અને કંપનીના ગેટ પર પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા

વડોદરાના પાદરામાં આવેલી ક્રોનેક્ષ કંપનીમાં એક કામદારનું મૃત્યુ થતાં તેના પરિજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના બાદ ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે ગ્રામજનોએ ક્રોસરોડ હોસ્પિટલ અને કંપનીના ગેટ પર પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હોસ્પિટલ અને કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે કંપનીની બેદરકારીના કારણે આ ઘટના બની છે અને જ્યાં સુધી તેમને યોગ્ય વળતર તથા ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
