<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

રાજકોટના કુવિખ્‍યાત અપરાધીને વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી લીધો

રાજકોટ અને જામનગર સહિત બે ડઝન જેટલા ગુન્‍હાઓ અજય પરસોંડાના નામે પોલીસ રેકોર્ડ પોકારી રહ્યા છે : સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધો ફર્સ્‍ટ પ્રાયોરિટીમાં મૂકનાર સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી નરસિંહમાં કોમાર દ્વારા ડેઇલી રીપોર્ટમાં હાઈ લાઈટર બાબતે ફોક્‍સ કર્યું, ક્રાઇમ બ્રાંચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્માના માર્ગદર્શનમાં આખી ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ કમિશ્રરે મેદાને ઉતારી દીધી : અગ્નિશષા, બે સોનાની ચેઇન, ત્રણ મોબાઇલ વગેરે મુદામાલ કબ્‍જ્જે થયાનું ‘અકિલા' સાથેની વાતચીતમાં પીઆઇ આર.જી.જાડેજા જણાવે છે. પીઆઇ એચ. ડી.તુવર, Pi એન. જી. જાડેજાના નેતળત્‍વમાં psi બી.એસ. વાળા અને psi આર .એન બારૈયા અને સ્‍ટાફની જહેમત ફળી

 રાજકોટ, તા., ર૪: રાજકોટમાં દોઢ ડઝનથી વધુ ગુન્‍હાઓ સહિત સૌરાષ્‍ટ્રમાં  બે ડઝનથી વધુ ગુન્‍હાઓ જેમના નામ પર પોલીસ રેકોર્ડ પોકારી રહ્યા છે, તેવા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ક વિખ્‍યાત આરોપી મૂળ રાજકોટના અજય પરસોંડાને વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ઝડપી લેવામાં મોટી સફળતા સાંપડી છે, પોલીસ કમિશનર દ્વાર આખી ટીમને બિરદાવવામાં આવી છે.

 સિનિયર સિટીઝનો , મહિલાઓ અને માસુમ બાળકો વિરુદ્ધ આચરવામાં આવતા અપરાધો અંગે પોલીસ કમિશનર નરસિંહમા કોમાર વિવિધ અધિકારીઓ પાસેથી જે ડેઇલી રિપોર્ટ મંગાવે છે તેમાં સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો વિરુદ્ધની ઘટનાઓ અંગે હાઈ લાઈટર દ્વારા મોકલવા આદેશ આપ્‍યા છે, આવા રિપોર્ટ દરમિયાન વડોદરા શહેરમાં એક દિવસમાં બે ચેઇન ખેંચાયા હોવા સાથે એક અન્‍ય બનાવ તેમના ધ્‍યાનમાં આવતાં, ક્રાઇમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ અને ડીસીપી હિમાંશુ વર્મા સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ આર . જે.જાડેજા , એચ. ડી. તુવર, પી એન જી.જાડેજા વિગેરેના નેતળત્‍વમાં psi બી. એસ.વાળા, અને psi આર.એન. બારૈયા વિગેરે અને સ્‍ટાફની વિશેષ ટીમો મેદાને પડી હતી.

દરમ્‍યાન જાંબુઆ બ્રીજથી જાંબુઆ ગામ તરફ જવાના નવા ટી.પી રોડ પર આવતા જાંબુઆ ગામ તરફથી સામેથી એક ઇસમ નંબર પ્‍લેટ વગરની હીરો પ્‍લેંડર મોટર સાયકલ સાથે પોલીસ ટીમની નજીક આવતા આ ઇસમ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને જોઇ તેની પાસેની મોટર સાયકલ પલટાવી નાશવાની કોશીશ કરતો જણાતા તેમજ સદર ઇસમે પહેરેલ પેન્‍ટના પાછળના ભાગે નેફામાં પહેરેલ શર્ટ નીચે કોઇ વજનદાર વસ્‍તુ સંતાડેલ હોવાનુ જણાઇ આવતા જેથી આ ઇસમ શંકાસ્‍પદ જણાતાં ટીમે સદર ઇસમને તેની પાસેની મોટર સાયકલ સાથે કોર્ડન કરી રોકી આ ઇસમ નામે અજય માનસિંગભાઇ પરસોન્‍ડા ઉ.વ.૨૫ રહે. જુની સરકારી સ્‍કુલની સામેની ગલીમાં, નાકરાવાડી, કુવાડવા રાજકોટ મુળ રહે. શેરી નં.૧૪, પોપટપુરા રેલનગર રોડ,રાજકોટ શહેરનો હોય. સૌપ્રથમ સદર ઇસમે પહેરેલ પેન્‍ટના નેફામાં પહેરેલ શર્ટ નીચે સંતાડેલ વસ્‍તુ બહાર કઢાવી જોતાં એક દેશી હાથ બનાવટનુ અગ્નિશષા પિસ્‍તોલ હોવાનુ જે મેગજીન સાથેની હોય જેમા હાલમા કારતુસ નહી હોવાનુ જણાયેલ. તેમજ આ ઇસમે પહેરેલ પેંટના આગળના બન્ને ખીસ્‍સામાંથી તુટેલ હાલતની બે સોનાની

ચેઇન અને ત્રણ મો.ફોન મળી આવેલ. આ ઇસમને તેની પાસેથી મળી આવેલ સોનાની બન્ને ચેઇન અને મોબાઇલ ફોનનુ બીલ તેમજ મો.સા.ના પેપર્સ રજુ કરવા માટે જણાવતા સદર ઇસમે તે તેઓની પાસે નહી હોવાનુ જણાવેલ. આ ઇસમ તેની પાસેથી મળી આવેલ બન્ને ચેઇનો, મો.સા.અને મો.ફોનોના માલીકી બાબતે પણ કોઇ સચોટ હકિકત નહી જણાવતા જેથી આ ઇસમ પર વધુ શંકા જતાં આ ઇસમની સઘન પુછપરછ કરી તપાસ કરતા આ ઇસમ રાજકોટથી વડોદરા આવી તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ વહેલી સવારના સમયે માણેજા ખાતેના કોમ્‍પ્‍લેક્ષના ર્પાકિંગમાંથી હિરો પ્‍લેંડર મોટર સાયકલની ચોરી કરી આ ચોરી કરેલ મોટર સાયકલ ઉપર તે જ દિવસે સવારમાં સાડા નવેક વાગે માંજલપુર વિસ્‍તારમાંથી ચાલતી જતી વળધ્‍ધ મહીલાના ગળામાંની તેમજ તે જ સાંજના આઠેક વાગ્‍યાની આસપાસ લક્ષ્મીપુરામા આવેલ સમતા ખાતે મહાદેવના મંદીરમાં બેસેલ વળધ્‍ધ મહીલાના ગળામાંની સોનાની ચેઇન આંચકી તોડેલાનું અને તેની પાસેથી મળી આવેલ બન્ને સોનાની ચેઇન વડોદરા ખાતે કરેલ ચેઇન તોચીંગનો ગુનો કરી મેળવેલાનુ જણાવેલ. સદર ઇસમ પાસેથી મળી આવેલ પિસ્‍તોલ લાયસન્‍સ કે પરવાના વગર રાખેલ હોય જેથી આ અંગે ડી.સી.બી પો.સ્‍ટે. મા આર્મ્‍સ એક્‍ટ અન્‍વયે આ ઇસમ સામે ગુનો રજીસ્‍ટર કરવામાં આવેલ તેમજ બે સોનાની ચેઇન, મોટર સાયકલ અને ત્રણ મોબાઇલ ફોનને તપાસ અર્થે કબ્‍જે કરી આ અંગે સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આરોપી અંગે વધ ખાત્રી તપાસ દરમ્‍યાન ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં આરોપી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં પોલીસની પક્કડમાં ન આવી જવાય તે માટે ખંડણી સહિત અપરાધના આરોપ છે તેવા આ શખ્‍સ દ્વારા વડોદરામાં મોટર સાયકલ પર આવી આ કળત્‍ય આચરેલ. પણ પગ પેસારો કરે તે પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે ઝડપી મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

(1:00 PM IST)